ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન એ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પ્રક્રિયા છે જેના થી નાના અને મધ્યમ વર્ગના ઉદ્યોગો ને લાભ મળી શકે છે. દેશના રસ ધરાવતા નાગરિકોઓ કે જેઓ પોતાનો ધંધો કરવા માંગે છે. હવે ઉદ્યોગ આધાર કાર્ડ બનવું ખૂબ જ સરળ છે, આખી પ્રક્રિયા ઓનલાઈન કરવી સરળ છે. આ લેખ માં તમને જોવા મળશે કે તમારા વ્યવસાય માટે ઉદ્યોગ આધાર ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું.


How to online Apply Udyog Aadhar Registration in Gujarati | ઉદ્યોગ આધાર માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવી?

How to online Apply Udyog Aadhar Registration in Gujarati | ઉદ્યોગ આધાર માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવી?




ઉદ્યોગ આધાર રજીસ્ટ્રેશન ના લાભો


સરકારી યોજના ના ફાયદાઓમાં ગેરંટી વગરની લોન, લોન પર ઓછા વ્યાજ દર અને સરળ લોન થશે.

વધારે ડિસ્કાઉન્ટ મળશે

ડાયરેક્ટ ટેક્સ કાયદા હેઠળ છૂટ આપવામાં આવશે

ફી પણ ઘટાડો પેટન્ટ અને ટ્રેડમાર્ક



ઉદ્યોગ આધાર માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝ ના ફોટા


Udyog Aadhar Registration Process in Gujarati | ઉદ્યોગ આધાર રજિસ્ટ્રેશન અરજી પ્રક્રિયા


STEP 1: પ્રથમ, તમારે ઉદ્યોગ આધારની MSME વેબસાઇટની મુલાકાત લેવાની જરૂર રહેશે


STEP 2: હવે ત્રણ વિકલ્પ ઉપલબ્ધ છે: 

MSME માં ક્લિક કરવાનું રહેશે જેઓ હજુ સુધી MSME તરીકે નોંધાયેલા નથી.


STEP 3: હવે આધાર નંબર અને  નામ દાખલ કરો, માહિતી વાંચ્યા પછી, ચેકબોક્સ પર ટિક કરો અને "Validate And Generate OTP" વિકલ્પ પર ક્લિક કરો.



તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, OTP દાખલ કરો અને Validate વિકલ્પ પસંદ કરો

STEP 4: હવે તમારે સ્ક્રીન પર પૂછવામાં આવેલી માહિતી દાખલ કરવાની જરૂર છે જેમ કે તમારી શ્રેણી, લિંગ અને અન્ય સંબંધિત વિગતો દાખલ કરો

STEP 5: બધી માહિતીની દાખલ કર્યા પછી સાચી માહિતી તપાસો સાચી છે કે નહીં.પછી અરજી ફોર્મ સબમિટ કરો

STEP 6: તમારી ઓનલાઈન નોંધણી અરજીની પ્રિન્ટ આઉટ લો. ફક્ત સોફ્ટ કોપી આપવામાં આવે છે હાર્ડ કોપી નહીં તેથી કૃપા કરીને ઉદ્યોગ આધારની આ સોફ્ટ કોપી સાચવો.


How to online Print Udyog Aadhar in Gujarati | ઉદ્યોગ આધાર કેવી રીતે પ્રિન્ટ કરવું?


જો તમે તમારા ઉદ્યોગ આધારને પ્રિન્ટ કરવા માંગતા હોવ તો તમે ઉદ્યોગ આધારની વેબસાઇટની પર જાવ અને  “પ્રિન્ટ/ચેક” -> “Print Udyam Certificate” માટે મેનૂ પસંદ કરો.


હવે ઉદ્યમ નોંધણી નંબર દાખલ કરો, મોબાઇલ નંબર દાખલ કરો (એપ્લિકેશન વખતે દાખલ કરેલ) અને OTP બટન પર ક્લિક કર્યા પછી Validat & Generate OTP વિકલ્પ પસંદ કરો.



તમારા મોબાઈલમાં આવેલ OTP દાખલ કરો અને તમારું ઉદ્યમ-પ્રમાણપત્ર પ્રિન્ટ કરી લ્યો.....