પ્રસૂતિ સહાય યોજના (પ્રસૂતિ પહેલા)
યોજનાનો હેતુ :
- ગુજરાત
મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા મહિલા બાંધકામ
શ્રમિક અને બાંધકામ શ્રમિકની પત્નીને સગર્ભાવસ્થા દરમ્યાન નાણાકીય સહાય આપવા
અને બાંધકામ શ્રમિકોને સામાજિક સ્થિરતા પ્રદાન કરવાનો છે.
યોજનાનો લાભ મેળવવાની પાત્રતા :
- ગુજરાત
મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકોને
આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- નોંધાયેલ
મહિલા બાંધકામ શ્રમિક પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય તથા નોંધાયેલ
બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ બે પ્રસુતિ માટે આર્થિક સહાય
સહાયની રકમ :
- નોંધાયેલ
બાંધકામ શ્રમિકની પત્નીને પ્રથમ બે પ્રસુતિ માટે રૂપિયા ૬૦૦૦/-ની આર્થિક સહાય
તથા નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને રૂપિયા ૩૭,૫૦૦/-ની સહાય.
ફરજીયાત બિડાણ :
- બાંધકામ
શ્રમિકનું ઈ-નિર્માણ નકલ
- સર્જન/ગાયનેક
PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા
કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં)
- જન્મના
પ્રમાણપત્રની નકલ
- લાભાર્થીનું
આધારકાર્ડની નકલ
- બેંક
પાસબુકના પ્રથમ પેજની નકલ
- રેશનકાર્ડની
નકલ
- નમુના
મુજબનું સોગંદનામુંઅહીં ક્લિક કરો.
શરતો :
- લાભાર્થીના
ખાતામાં સીધી DBT થી સહાય ચુકવવામાં આવે
છે.
- આ
યોજનામાં કસુવાવડના કિસ્સામાં પણ લાભ આપવામાં આવે છે.
- અરજી
કરવાનો સમયગાળો ગર્ભ રહ્યાના તારીખથી છ માસ સુધી.
લાભ ક્યાંથી લેવો :
- ઓનલાઈન
સન્માન પોર્ટલ તથા વધુ માહિતી માટે જીલ્લા કચેરીનો સંપર્ક કરવો.
નિયમો :
- નોંધાયેલ
મહિલા બાંધકામ શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ સહાય પહેલાની રૂ.૧૭,૫૦૦/- સહાયમાં ૦૬ (છ)માં માસમાં અરજી કરવાની રહેશે તથા સર્જન/ગાયનેક
સર્જન/ગાયનેક PHC માન્ય ડોક્ટરનું પ્રમાણપત્ર/મમતા
કાર્ડની નકલ (નોંધાયેલ મહિલા શ્રમિકના કિસ્સામાં) ડોકટરનું પ્રમાણપત્ર/મમતા
કાર્ડની નકલમાં પ્રસુતિની સંભવિત તારીખથી અરજી બોર્ડની કચેરીમાં ઈન્વર્ડ થયા
તારીખનો સમયગાળાની ગણતરી કરતા ૦૬ માસ (છ) પુર્ણ થાય તે પહેલા અરજી કચેરીમાં
ઈન્વર્ડ થયેલ હોવી જોઈએ. પ્રસુતિ બાદની અરજીમાં નોંધાયેલ મહિલા બાંધકામ
શ્રમિકના કિસ્સમાં પ્રસુતિ બાદમાં રૂ.૨૦,૦૦૦/- બાંધકામ
શ્રમિકની પત્નીના કિસ્સામાં રૂ.૬૦૦૦/- આર્થિક સહાય આપવામાં આવે આવે છે.
પ્રસુતિ થયા પછી ૧૨ (બાર) માસની સમયમર્યાદામાં અરજી કરવાની રહેશે.
કાર્યપદ્ધતિ :
- જો
અરજદારશ્રી દ્વારા ભૌતિક ફોર્મ સબમિટ કર્યું હોય,
તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજર તેને ઓનલાઈન સબમિટ કરશે.
- તે
પછી જિલ્લા નિરીક્ષકશ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે.
- પછી
તે વડી કચેરીના રાજ્ય પ્રોજેક્ટ મેનેજરને સબમિટ કરવામાં આવશે.
- તે
પછી વડી કચેરીના સરકારી શ્રમ અધિકારી અને ત્યારબાદ સભ્ય સચિવશ્રી દ્વારા
મંજૂર કરવામાં આવશે.
- અરજીની
મંજૂરી પછી D.B.T કામદારોના ખાતામાં
કરવામાં આવશે.


0 Comments