
લગ્ન
નોંધણી (MARRIAGE REGISTRATION) ?… જાણવા માટે આ લેખ જરૂરથી વાંચજો…..!
સામાન્ય
રીતે લોકોમાં માન્યતા છે કે લગ્ન કોર્ટમાં થાય છે…..! ખરેખર લગ્ન કોર્ટમાં થતા જ
નથી પરંતુ માત્ર લગ્નની નોંધણી જે તે અધિકારી સમક્ષ લગ્ન નોંધણી કચેરીમાં થાય છે.
સામાન્ય રીતે એવી પણ માન્યતા છે કે લગ્ન નોંધણીનું સર્ટિફીકેટ એ જ લગ્ન કહેવાય……!
ખરેખર જોવામાં આવે તો તમારા લગ્નનો પુરાવો એ મેરેજ રજીસ્ટ્રેશન સર્ટિફીકેટ તો છે જ
પરંતુ જેમ જન્મ થયો છે એ વાતને જન્મનું સર્ટિફીકેટ ન હોવાથી નકારી શકાય નહિ તેવી જ
રીતે લગ્નનું પ્રમાણપત્ર ન હોઇ એટલે લગ્ન થયુ જ નથી તેમ માની લેવાય નહિ. એ માત્ર
જન્મ, મરણ કે
લગ્નની નોંધણી માત્ર છે. તેમછતા તમામ સરકારી કચેરીઓને લગતા ડોક્યુમેન્ટસમાં ફેરફાર
કરાવવા માટે લગ્ન નોંધણીનું સર્ટિફીકેટ અનિવાર્ય હોય છે.
લગ્ન
નોંધણી માટેની જુદીજુદી કાનુની જોગવાઇઓને પહોચી વળવા માટે ગુજરાત સરકારે ગુજરાત
લગ્ન નોંધણી અધિનીયમ ૨૦૦૬ બનાવ્યો છે. કેન્દ્ર સરકારે સુચવ્યા મુજબ ગુજરાત લગ્ન
નોંધણી અધિનીયમ- ૨૦૦૬ નો અમલ હાલમાં થઇ રહ્યો છે. અધિનીયમે લગ્ન નોંધણી ૧
જાન્યુઆરી- ૨૦૦૮ થી ફરજીયાત બનાવી છે. કાયદા મુજબ લગ્ન નોંધણી માટે વરની ઉમર ૨૧
વર્ષ અને કન્યાની ઉમર ૧૮ વર્ષ પુરી થયેલી હોવી જોઇએ.
ગુજરાત લગ્ન
નોંધણી અધિનીયમ- ૨૦૦૬ માં નોંધણી કરાવવા માટે બન્ને પક્ષકારો હિન્દુ, શીખ, જૈન કે
બૌધિષ્ટ હોવા જોઇએ. કોઇપણ પક્ષ છોકરો કે છોકરી ધર્મપરીવર્તન કરી હિન્દુ બને તો પણ
આ અધિનીયમ હેઠળ લગ્ન રજીસ્ટર કરાવી શકે છે. આ ઉપરાંત મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી, કે
યહુદી એક જ ધર્મના લોકો પણ એક- બીજા સાથે આ અધિનિયમ મુજબ લગ્ન નોંધણી કરાવી શકે
છે. કોઇપણ પક્ષ છોકરો કે છોકરી ધર્મપરીવર્તન કરી મુસ્લિમ,
ખ્રિસ્તી, પારસી, કે
યહુદી બને તો પણ આ અધિનીયમ હેઠળ લગ્ન રજીસ્ટર કરાવી શકે છે.
Can marriage registration be done before
marriage ?
આ
અધિનીયમમાં લગ્ન નોંધણી પહેલા જે તે ધર્મના રીત રિવાજ મુજબ લગ્ન વિધિ થયેલી હોવી
જોઈએ. જેવી રીતે જન્મ થયા બાદ જ જન્મની નોંધણી થાય તેવી જ રીતે લગ્નની વિધિ થયા
બાદ જ તે લગ્નની નોંધણી થાય.
લગ્ન
નોંધણી માટે જરૂરી દસ્તાવેજોઃ
લગ્ન
નોંધની અંગેનું ફોર્મ (Register Marriage Form) (જરૂરી એગ્રીમેન્ટ ટીકીટ લિન્ક મુજબ
૧૦૦ – ૧૦૦ રૂપીયાની બે ફોર્મમાં ચોટાડવી)
વરનું
એલ.સી. અથવા તો જન્મનો દાખલો (ઉમરના પુરાવા માટે ફરજીયાત)
વરનું
ડ્રાઇવીંગ લાઇસન્સ, આધાર કાર્ડ,
વોટર કાર્ડ
વિગેરે ફોટો આઇ.ડી. કાર્ડ પૈકી કોઈપણ એક રહેઠાણનો પુરાવો.
કન્યાનું
એલ.સી. અથવા તો જન્મનો દાખલો (ઉમરના પુરાવા માટે ફરજીયાત)
કન્યાનું
ડ્રાઇવીંગ લાઇસન્સ, આધાર કાર્ડ,
વોટર કાર્ડ
વિગેરે ફોટો આઇ.ડી. કાર્ડ પૈકી કોઈપણ એક રહેઠાણનો પુરાવો.
લગ્નની
કન્કોત્રી ન હોઇ તો લગ્ન સાદાઇથી કર્યા અંગેનું સોગંદનામું. (LINK)
સોગંદનામામાં
ચોટાડવા માટેના ફોટા નંગ- ૨, વર અને કન્યાના.
લગ્ન
કરાવનાર બ્રામ્હનનું લાઇસન્સ, આધાર કાર્ડ,
વોટર કાર્ડ
વિગેરે ફોટો આઇ.ડી. કાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો.
સાક્ષી
નં. ૧ નું લાઇસન્સ, આધાર આધાર કાર્ડ, વોટર
કાર્ડ વિગેરે ફોટો આઇ.ડી. કાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો.
સાક્ષી
નં. ૨ નું લાઇસન્સ, આધાર કાર્ડ,
વોટર કાર્ડ
વિગેરે ફોટો આઇ.ડી. કાર્ડ પૈકી કોઈપણ એક પુરાવો.
લગ્નવિધિ
સમયે લેવામાં આવેલા ફોટાની ઍક કોપી.
મહત્વની
નોંધઃ
લગ્ન
વિધિ જ્યાં થઈ હસે ત્યાંની તાંબાની સરકારી કચેરીમાં જ લગ્નની નોંધણી થઈ સકશે.
તમામ
ડોક્યુમેન્ટસ નોટરી પાસેથી પ્રામણીત કરી રજુ કરવા.
મુસ્લિમ
ધર્મના વ્યક્તિઓના લગ્નની નોંધણી માટે કાજી દ્વારા આપવામાં આવતું નિકાહનામુ રજૂ
કરવાનું રહેશે.
ક્રિશ્ચિયન
ધર્મનાં વ્યક્તિઓના લગ્નની નોંધણી માટે ચર્ચ દ્વારા આપવામાં આવતું મેરેજ
સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.
લગ્નના
ફોર્મમાં વર, કન્યા, લગ્ન કરાવનાર બ્રામ્હન, સાક્ષી
નં. ૧, સાક્ષી
નં. ૨ તમામની સહીઑ લેવી.
લગ્નની
ટિકિટ ચોટાડી તેના પર પણ વર, કન્યાની સહીઓ કરાવવી.
લગ્ન
નોંધણીનું ફોર્મ લિન્કમાં જણાવ્યા મુજબ ૨ સેટમાં જ ભરવાનું રહેશે.
જે તે
કચેરીમાં વર, કન્યા, સાક્ષી નં. ૧, સાક્ષી
નં. ૨ ની હાજરી જરૂરી છે. લગ્ન કરાવનાર બ્રામ્હનની માત્ર ફોર્મમાં સહિની જરૂર હોય
છે.
લગ્ન
નોંધણી માટેના રજીસ્ટારશ્રીઃ
ગ્રામ
પંચાયત માટે તલાટી કમ મંત્રીશ્રી
નગર
પાલીકા માટે રજીસ્ટારશ્રી નગર પાલિકા/ મ્યુ. બ્યુરો અને ચીફ ઓફીસરશ્રી /આરોગ્ય
અધિકારી
તાલુકા
માટે રજીસ્ટારશ્રી (જન્મ,મરણ લગ્ન નોંધણી) અને તાલુકા વિકાસ
અધિકારીશ્રી
મહાનગર
પાલીકા માટે રજીસ્ટારશ્રી, મહાનગર પાલીકા અને આરોગ્ય
અધિકારીશ્રી
જીલ્લા
માટે રજીસ્ટારશ્રી (જન્મ, મરણ લગ્ન નોંધણી) અને મુખ્ય જીલ્લા
આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત.
નોટીફાઇડ
એરીયા માટે ચીફ એક્સીક્યુટીવ ઓફીસર.
લગ્ન
નોંધણી માટે ફી :
૩૦
દિવસ સુધીમાં ૫/- રૂપીયા.
૩૦
દિવસથી ૩ માસ સુધી ૧૫/- રૂપીયા.
૩ માસ
બાદ ૨૫/- રૂપીયા.
બીન
નિવાસી અથવા તો વિદેશ નિવાસી ભારતીય (એન.આર.આઇ.) ના લગ્નની નોંધણી બાબતનો પરીપત્ર (How can
NRI register marriage in Gujarat)
રાજ્યમાં
બિન નિવાસી ભારતીયો ધ્વારા ખોટી કે અધુરી માહિતી પુરી પાડીને થતી લગ્ન નોંધણી
અટકાવવાના હેતુથી લગ્ન નોંધણી માટે રજીસ્ટાર સમક્ષ રજુ થતી લગ્ન નોંધનીની યાદીમાં
પક્ષકારોમાંના કોઇપણ પક્ષકાર વિદેશમાં વસવાટ કરતા હોઇ તો આવા લગ્નોની નોંધણી પહેલા
રજીસ્ટારે (LINK)
મુજબની વધારાની
માહિતી મેળવી લગ્ન- નોંધણી યાદી સાથે સામેલ કરવાની રહે છે. આ માહિતી રજીસ્ટારે
તેઓના નોટીસ બોર્ડ પર મુકવાની રહેશે. જો તે સુચનાઓનું પાલન નહિ થાય તો રજીસ્ટાર
જાતે જવાબદાર રહેશે. વિદેશમાં રહેનાર વ્યક્તિઓએ ઉપરની
તમામ કાર્યવાહી સાથે –સાથે વિદેશમાં તેઓને ઓળખતા ૨ વ્યક્તિઓના નામ – સરનામા
લિન્કમાં આપેલ ફોર્મમાં ભરી ફોર્મ જમા કરાવવાનું રહેશે.
એ સમય
પણ દૂર નથી જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓમાં તમે જન્મ, મરણ કે લગ્નની નોંધણી ઘરબેઠા કરાવી
શકશો. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરશન દ્વારા તાજેતરમાં લગ્ન નોંધણી ઓનલાઇન (Marriage
Registration Online) કરવામાં
આવેલ છે.
આ
ઉપરાંત તમારા નામ, અટક કે જન્મ તારીખમાં ફેરફાર સબંધિત માહિતી લિન્ક દ્વારા મેળવી
શકો છો.
વાંચવા
માટે આભાર……

0 Comments